માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળાના બાલવાટિકાના શિક્ષકોની તાલીમ બીઆરસી ખાતે યોજાઇ હતી. તાલુકાની કુલ ૧૨૦ સરકારી શાળાઓમાં આ વર્ષે બાલ વાટિકા એટલે કે પાંચ વર્ષ પૂર્ણ કરનાર અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશનાર બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવેલ છે આ બાળકોને કઈ રીતે શૈક્ષણિક કાર્ય કરાવી શકાય જેમાં વિવિધ પ્રવૃત્તિ જોડકણા, વાર્તાઓ, અભિનય ગીત મૃત વસ્તુઓની ગણતરી દ્વારા બાળક રમતા રમતા શિક્ષણ મેળવી શકે અને બાલ વાટિકા અંતર્ગત જે ક્ષમતાઓ બાળકોને સિદ્ધ કરાવવાની છે એ સિદ્ધ કરી શકે તે માટેની ત્રણ દિવસીય તાલીમ યોજવામાં આવી હતી જેમાં વિવિધ માસ્ટર ટ્રેનર દ્વારા આ તાલીમ બાલ વાટિકાના શિક્ષકોને આપવામાં આવી હતી. બી આર સી હીરાભાઈ ભરવાડ જણાવ્યું કે તાલીમ થકી બાલ વાટિકાના બાળકોને સહજ રીતે વર્ગખંડમાં શીખવી શકે તે માટે શિક્ષકોને તૈયાર કરવામાં આવ્યા હતા.
Advertisement