Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં ભાજપના વરિષ્ઠ 200 થી વધુ કાર્યકરોનું સન્માન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે માંગરોળ વિધાનસભા વિસ્તારના 200 થી વધુ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ સન્માન અને શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા સાથે ભાજપની કાર્યશાળા સહિતનો ત્રિવેણી કાર્યક્રમ યોજાઇ હતો.

વાંકલ સાઈ મંદિર પંચવટી કેન્દ્ર ખાતે શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિત્તે તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમણે બતાવેલા આદર્શ અને સિદ્ધાંતો અંગે માહિતી અને માર્ગદર્શન આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમયે માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વર્ષોથી ભાજપ પક્ષ માટે નિષ્ઠાથી કામ કરતા ભાજપના 200 થી વધુ કાર્યકરોનુ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને આગેવાનોએ સાલ ઓઢાડી ગુલાબનું ફૂલ આપી સ્વાગત સન્માન કર્યું હતું તેમજ ભાજપની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં અગામી તારીખ 25 26 અને 27 ના રોજ જન સંપર્ક અભિયાન યોજાનાર છે તે અંગે કાર્યકરોને પ્રદેશ કક્ષાએથી પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી રત્નાકરજીનું લાઈવ પ્રસારણ બતાવી કાર્યકરોને માહિતી આપવામાં આવી હતી. આગામી લોકસભાની યોજાનાર ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ કાર્યકર્તાઓને સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડી ઘર ઘર પહોંચી પ્રદેશ કક્ષાએથી અપાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, પ્રદેશના પ્રતિનિધિ રાજુભાઈ ગોધાણી, સંગઠન પ્રમુખ મુકુંદભાઈ પટેલ, અફઝલખાન પઠાણ, ડો.યુવરાજસિંહ સોનારીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરીયા, મહાવીરસિંહ પરમાર, અર્જુનસિંહ રાણા, દિનેશ સુરતી, દેવેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ઉમરપાડા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસવડા ની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહીબીસન અને જુગાર ની ડ્રાઈવ રાખવામાં આવી હતી જેના ભાગ રૂપે અંકલેશ્વરની શહેર પોલીસે ગણના પાત્ર પ્રોહીબીસન નો કેશ કર્યો હતો

ProudOfGujarat

ભરૂચ : મોહદ્દીસે આઝમ ટંકારીયા ખાતે ૭૪ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!