Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વેલાછા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જમાદારની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ મામલતદારને રજૂઆત

Share

માંગરોળ તાલુકાના વેલાછા ગામના આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જમાદારની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ આગેવાનોએ મામલતદારને રજૂઆત કરી તેમની બદલી કરવાની માંગ કરી હતી.

સ્થાનિક આગેવાનો રણજીતભાઈ વસાવા નિવૃત્ત કલેકટર જગતસિંહ વસાવા, વિકાસ પાઠક, સિરીષ ચૌધરી, કેતન ભટ્ટ સહિતના આગેવાનોએ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે કોસંબા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રમાં આવેલ વેલાછા ગામે નવું આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે જેમાં સાત જેટલા ગામોનો સમાવેશ કરાયો છે આઉટ પોસ્ટ વિસ્તારમાંથી એલ.સી.બી અને વિજિલન્સ ટીમ દ્વારા દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેથી સ્થાનિક આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જવાબદારોની મિલીભગત બહાર આવી છે જેથી તેમના વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી બદલી કરવામાં આવે તેવી અમારી માંગ છે. વધુમાં આ વિસ્તારમાં દેશી દારૂ તાડી જુગારનું દુષણ બેફામ વધી રહ્યું છે જે બાબતે જાગૃત નાગરિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે ત્યારે સામેથી પોલીસ દ્વારા ફરિયાદીને ધમકાવવામાં આવે છે જેથી લોકહિતમાં સારા પોલીસ કર્મચારીને વેલાછા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી બપોરે 1 વાગ્યે 33 ફૂટ નોંધાય હજીપણ સપાટી વધવાની સંભાવના.

ProudOfGujarat

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!