Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વેરાકુઈ ગામે પ્રદેશ ભાજપ સમિતિના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યકર સંમેલન યોજાયું

Share

માંગરોળ તાલુકાના ગામે લોક સંપર્ક અભિયાનને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ સમિતિના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યકર સંમેલન યોજાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સફળ શાસનના નવ વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણી સાથે તેમણે કરેલા વિકાસ કાર્યોનો સંદેશ જન જન સુધી પહોંચે એ માટે તાલુકામાં તારીખ 25 26 27 લોક સંપર્ક અભિયાન યોજાઈ રહ્યું છે જેને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ સમિતિના પ્રતિનિધિ રાજુભાઈ ગોધાણી દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયત સમિતિના અધ્યક્ષ અફઝલખાન પઠાણ, સુરત જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ ઈદ્રીશભાઈ મલેક, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસૂરીયા વગેરે દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સંમેલનમાં તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ડો.યુવરાજસિંહ સોનારીયા, જગદીશભાઈ ગામીત, વેરાકુઈ ગામના સરપંચ મીનાબેન ગામીત સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુંદલાવ ડીજીવીસીએલના “નપાણીયા “તંત્રની વિજળી ગુલ !,લોક સમસ્યાથી ધેરાયેલું તંત્ર

ProudOfGujarat

સોનાની ખરીદી અને વેચાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર, સરકારે નવા નિયમો લાગુ કર્યા. જાણો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ચુંટણીની અદાવતે પિયરમાં આવેલ યુવતીને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!