આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નર્સરીથી સિનિયર કે.જી., ધોરણ 1 અને 2, ધોરણ 3 થી 5, ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12 નાં જુદાં જુદાં વિભાગમાં પરેન્ટ્સનો અભિગમ કાર્યક્રમ શિક્ષકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો. કે.જી. વિભાગનાં શિક્ષકોએ પોતાનો પરિચય અને ત્યારબાદ આચાર્ય એ તેમનાં પ્રવચનમાં વાલીઓને બાળકના ઘડતરના મહત્વના મુદ્દા અને શાળાની પ્રવૃત્તિ ઓની માહિતી આપી.
ખાસ કરીને આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020, શાળા કેલેન્ડર, ERP, Entrepreneurship ટીચર્સ ટ્રેનિંગ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. NEP 2020નો મુખ્ય હેતુ શિક્ષણને સાર્વત્રિક બનાવો, પ્રાથમિકથી સુલભ વર્ષ સુધીમાં ગૌણ સ્તરનો પાયો 2030સુધીમાં પાકો કરવો, મોટા પ્રમાણમાં શીખનાર અને સમાજ વચ્ચે સંબંધ બાંધવો, પેડાગોજીનાં અનુસાર બાળકો સુધી પ્રવૃત્તિઓ અને કૌશલ્ય યુક્ત શિક્ષણ આપવું મુખ્ય છે.
આ કાર્યક્રમમાં વાલીઓને શાળામાં બાળકોના આગમનથી શરૂ કરીને તેમની દૈનિક ક્રિયા, અભ્યાસ, રિસેસ, નાસ્તો અને શાળા છૂટી ઘરે જવાનાં ppt દ્વારા બતાવવામાં આવ્યું. શાળાની કસોટી હાથ ધરવાની પદ્ધતિ તથા રીઝલ્ટ વિશે માહિતી આપવામાં આવી. આ સિવાય વાલીઓને બાળકના પ્રાથમિક ઓળખપત્રો, બ્લડ ગ્રુપ, આધાર નંબર, બાળકને કોઈ શારીરિક તકલીફ હોય તો તેની જાણકારી વર્ગ શિક્ષકને આપવાની વાત કરવામાં આવી.
આ સિવાય શાળા કૅલેન્ડર દ્વારા વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા.
જેમાં બાળકના યોગ્ય વિકાસ માટે યોગ્ય સામાજિકરણ જરૂરી છે. પરિવાર સામાજિકરણનું મુખ્ય અને પ્રાથમિક પરિબળ છે. જ્યાં બાળકના ચારિત્ર્યનું ઘડતર થાય છે. બીજુ પરિબળ છે શાળાનું વાતાવરણ. જેમાં, પરિવાર, શાળા અને સાથી સમુહનો સમાવેશ થાય છે. જ્યાં બાળક તેના જીવનનો પહેલો પડાવ પસાર કરે છે.
માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમી નાની નરોલી શાળામાં પેરેન્ટસ ઓરિએન્ટેશન-2023 કાર્યક્રમ યોજાયો
Advertisement