માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે માસ્ક પહેર્યા વિના ફરતા બાઈક ચાલકો અને ફોર વહીલ ગાડીમાં માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે રોકડ દંડ ફટકારી માસ્ક પહેરાવ્યા હતા. અને કાયમી માસ્કનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. વાંકલ ગામે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાથી પોલીસ દ્વારા માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાના મુદ્દે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે વાંકલ ગામનાં બજાર અને વાંકલ કોલેજ ઝંખવાવ તરફ જવાનાં રસ્તા પર ચેકિંગ કર્યું હતું. જેમાં કેટલાક બાઈક ચાલકો અને ફોર વહીલ ગાડીવાળા માસ્ક પહેર્યા વિના ગાડી હંકારતા હોવાથી પોલીસ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ માસ્ક વિના બજારમાં ફરતા લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા કુલ 22 જેટલા લોકોને રૂ. 200 પ્રમાણે રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી દ્વારા કરવામાં આવી હતી.
માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ફરતા વાહન ચાલકો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.
Advertisement