માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના વેરાવી ફળિયા નજીક મુખ્ય માર્ગો ઉપર બે બાઇક ચાલક ભટકાતા એક બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સુરત લઈ જવાયો હતો. અકસ્માત ની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાતલ દેવી ગામ નો રૂમસીભાઈ ચીચવા ભાઈ ચૌધરી ઉમર 40 પોતાની હીરો હોન્ડા બાઈક ઉપર કેરેટ માં દૂધની બરણીઓ મૂકી વાંકલ ની દૂધ મંડળીમાં દૂધ ભરવા આવી રહ્યો હતો. ત્યારે વેરાવી ફળિયામાંથી પ્રફુલભાઈ મનુભાઈ ચૌધરી પોતાની બાઈક લઈ મુખ્ય માર્ગ ઉપર આવી આવી રહ્યો હતો. આ સમયે બંને બાઇક ભટકાતા રૂમસીભાઈ ચૌધરી રસ્તા ઉપર પડી જતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે પ્રફુલભાઈ ચૌધરી રહે. ઇસનપુર નો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત રૂમસીભાઈ ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઝંખવાવ લઈ જવાયો હતો. પરંતુ ગંભીર ઇજા હોવાથી તેને સુરત સારવાર માટે લઈ જવાયો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ને થતા પોલીસે અકસ્માત ગ્રસ્ત બંને બાઇક નો કબજો લીધો હતો.
વાંકલ ના વેરાવી ફળિયા ના પાટીયા પાસે બે બાઇક ચાલક ભટકાતા એકની હાલત ગંભીર
Advertisement