Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલમાં ભારે પવન ફુંકાતા વૃક્ષ બાઈક પર પડતાં બાઇક ચાલક અને મહિલા ઇજાગ્રસ્ત

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામના આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન સામેના માર્ગ પર થી પસાર થઈ રહેલ બાઈક ચાલક યુવક પર ભારે પવનના કારણે વૃક્ષ પડતા બાઈક ચાલક યુવક અને અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. વાંકલ ગામમાં પ્રતિ શુક્રવાર હાટ બજાર ભરાતો હોવાથી લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે વાંકલ બજારમાં આવતા હોય છે આજે બપોરે વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન પાસે માર્ગ પરથી પીપર પાણી આમખુટા ગામનો વિનયભાઈ ગામિત બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ભારે પવનને કારણે વૃક્ષ બાઇક પર પડ્યું હતું. આ સમયે અન્ય એક મહિલા ટીનાબેન ગામીત સહિત બંનેને બીજાઓ થઈ હતી આ ઘટના બનતા નાશ ભાગ મચી જવા પામી હતી. વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષ નીચે ફસાયેલા બાઈક ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક બંનેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બની ત્યારે આજ માર્ગ ઉપર કેટલાક જૂના કપડાની દુકાન લગાવી વેપારીઓ બેઠા હતા પરંતુ સદનસીબે તેઓનો બચાવ થયો હતો.

Advertisement

Share

Related posts

મોંઘવારી અને બેરોજગારીને પગલે વડોદરામાં કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગોધરા : એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત, 6 નાં મોત.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કારણે વર્ષો જૂની નાતાલની પરંપરા તૂટી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!