માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સવારે સાતથી બપોરનાં બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે ત્યારબાદ લોકડાઉન અમલ કરવો પડશે. વાંકલ તથા આજુબાજુનાં ગામમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના કેસ વધી રહ્યા છે આથી ગ્રામજનોને ધ્યાનમાં રાખીને વાંકલ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે 12/7/20 થી 18/7/20 સુધી વાંકલ ગામ લોકડાઉન કરવામાં આવે છે. બે વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે અને ત્યારબાદ દુકાન ખોલનાર પર રૂ.10,000/- સુધી દંડીય કાર્યવાહી કરવામાં આવશે કોઈપણ દુકાનદાર કે લારી વાળા 2:00 વાગ્યા પછી સામાન આપતા પકડાશે તો દસ હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. જે વ્યક્તિ આ વિશેની જાણ પંચાયતને કરશે એને દંડની રકમમાંથી ઇનામ આપવામાં આવશે અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એમ જણાવાયું છે. જેમ કે કરિયાણું, શાકભાજી, ફળફળાદી, દૂધડેરી, મેડિકલ સ્ટોર પ્રોવિઝન સ્ટોર 7:00 થી 2:00 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે ત્યાર બાદલોક ડાઉન સંપૂર્ણ અમલ કરવાનો રહેશે. વધુમાં જણાવે છે કે દુકાનદારે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન કરવાનું રહેશે બેન્કમાં આવનાર દરેક વ્યક્તિએ સોસીયલ ડિટનસિંગનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સવારે સાતથી બપોરનાં બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે ત્યારબાદ લોકડાઉન કરવામાં આવશે.
Advertisement