માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય કેન્દ્ર ખાતે પર્યાવરણ દિવસ અંતર્ગત બ્રહ્મા કુમારીના અસ્મિતા બેન સંચાલિત કેન્દ્ર દ્વારા કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરિયાના હસ્તે વૃક્ષારોપણઅને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ જાતનાં વૃક્ષોનું વિતરણ પણ કરાયું હતું. આ કાર્યકમમાં માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરિયા, બ્રહ્મા કુમારીના અસ્મિતા બેન, મિતાબેન તેમજ મોટી સંખ્યામાં સંસ્થાના બહેનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement