માંગરોળ મામલતદાર કચેરી તેમજ ઉમરપાડામાં પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી. માંગરોળ મામલતદાર કચેરીના પટાગણમાં સામાજિક વનીકરણ રેન્જ માંગરોળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર પાર્થ જયસ્વાલના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ ના વિદ્યાર્થીઓએ બીટ પ્લાસ્ટિક, ઇકો સિસ્ટમનું પુનઃ સ્થાપન થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
ઉમરપાડાના વાડી ગામે પ્રાથમિક શાળામાં હરીશ વસાવા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર રાગેણી બેન, પાયલબેન, અમિતભાઇ ગામીત તેમજ આર.એફ.ઓ જે.જી. ગઢવી. તેમજ તેઓના સ્ટાફ તેમજ સ્ટાફ દ્વારા પણ વૃક્ષારોપણ કરાયું હતું માંડણ ગામે રેન ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ ટકે જીવણભાઈ ચૌધરી, વન વિભાગના હિતેશભાઈ માલી, ગંગાબેન ચૌધરી, બ્રહ્માકુમારી સેજલબેન, પ્રીતિબેન, નલીનીબેન વગેરેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ અને ઉમરપાડામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.
Advertisement