નયનાબેન સોલંકી (અધ્યક્ષ મહિલા બાળ વિકાસ સુરતજિલ્લા પંચાયત ), ભાજપના કાર્યકર્તાઓએ સાથે મળી આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમની શરૂઆત પરમાત્માની સ્મૃતિથી કરી બ્રહ્માકુમારી બહેનોએ વિદ્યાલય નો પરિચય આપી વર્તમાન સમય ભારતના ઉત્થાન માટે મુખ્ય બે કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર ભારત વ્યસન મુક્ત ભારત અને બીજું છે જલજન અભિયાન આ વર્ષનું મુખ્ય લક્ષ લઈને અનેક માનવ આત્માઓને જાગૃતિ આપવાનો છે ત્યારબાદ અત્રે પધારેલ આદરણીય ગણપતભાઈ બ્રહ્માકુમારી સંસ્થાને અનુરૂપ જણાવતા કહ્યું કે આ સ્થાન પર આપણને કંઈક ઉર્જા મળતી હોય વર્ષોથી આ સંસ્થા સાથે કંઈકને કંઈક રીતે આપણે સર્વ જોડાયેલા છીએ બધા જ કાર્યક્રમમાં બધાનો સાથ સહયોગ હોય જ છે. બહેનોની વિશેષતા સંભળાવતા જણાવ્યું કે માંગરોળ ઉમરપાડા જેવા તાલુકાઓમાં પણ કોઈપણ પ્રકારની સુવિધાઓ ન હોતી છતાં પણ બહેનો અનેક તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરીને આ તાલુકાની અંદર એક એવું કાર્ય શરૂ કર્યું છે અને ગામડાઓના જેમાં માનવ કલ્યાણના ઉત્થાન માટે વર્ષોથી અનેક પ્રવૃત્તિઓ ચાલતી રહી છે આદિવાસી તાલુકાઓમાં પણ ખુબ સુંદર રીતે આ કાર્યક્રમ થતા રહે છે. વ્યસન મુક્તિ માટે પણ સર્વને સાથ અને સહયોગ માટે તેમને જણાવ્યું છે ત્યારબાદ કાર્યક્રમની અંદર બ્રહ્માકુમારી શારદાબેન એ માંગરોળ તાલુકાના સંચાલિકા જે ગણપતભાઈની સરાહના કરતા જણાવ્યું કે હિંમત ઉત્સાહનો સાથ આપે હંમેશાં આપ્યો છે કોઈપણ નાના મોટા કાર્યક્રમોમાં તેમની હાજરી જરૂર હોય છે ગમે તેટલા વ્યસ્ત હોવા છતા આધ્યાત્મિક સ્થાનોનો આપ લાભ જરૂર લો છો તે બદલ તેમને ધન્યવાદ અને આશીર્વાદ આપ્યા હતા સર્વ નો આભાર વ્યક્ત પણ કર્યો હતો અને કાર્યક્રમ બાદ સર્વને પ્રસાદ પણ અર્પણ અને પરમાત્માના ઘરની સોગાત અર્પણ કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ