Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા કુલ 20 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે માસ્ક પહેયૉ વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 20 લોકોને પોલીસે રોકડ દંડ ફટકારી માસ્ક પહેરાવ્યા હતા અને કાયમી માસ્કનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. વાંકલ ગામે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાથી પોલીસ દ્વારા માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાના મુદ્દે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે વાંકલ ગામની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું જેમાં કેટલાક વેપારીઓ માસ્ક પહેર્યા વિના ધંધો કરતા હોવાથી પોલીસ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ માસ્ક વિના બજારમાં ફરતા લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. કુલ 20 જેટલા લોકોને રૂ. 200 પ્રમાણે રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને કરાઇ રજૂઆત

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં ઓનલાઇન એપ્લીકેશનમા ઘડિયાળ જોઈ ક્લીક કરતાં ૧ રૂપિયો અને બાદમાં ૩૪ હજારથી વધુ રૂપિયા કપાયા

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!