માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામે સામાજિક વનીકરણ રેન્જ માંગરોળ અને પ્રાથમિક શાળા ઝાંખરડા દ્વારા પર્યાવરણ લોક જાગૃતિ અંગે સાઇકલ રેલી યોજવામાં આવી હતી.
સુરત જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે સામાજિક વનીકરણ રેન્જ માંગરોળ દ્વારા ઝાંખરડા ગામે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંખરડા શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય મોહંમદ સઈદ ઈસ્માઈલ, માંગરોળ વનીકરણ રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે જી ગઢવી, એસ એલ ચૌધરી, કે એન ચૌધરી, કલ્પેશ ચૌધરી તથા વનવિભાગના અન્ય કર્મચારીઓ ગ્રામજનોએ પર્યાવરણ લોક જાગૃતિ સાઈકલ રેલીમાં જોડાયા હતા અને લોકોને પર્યાવરણ બચાવવા માટે અનુરોધ કર્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement