માંગરોળ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રા.આ. કેન્દ્ર વેરાકૂઈના મેડિકલ ઓફિસર ડો. ડીનલની સૂચના અનુસાર પ્રા.આ.કેન્દ્ર વેરાકૂઈના સુપરવાઈઝર મહેન્દ્રભાઈ ચૌહાણ તેમજ સ્ટાફ દ્વારા કાર્ય વિસ્તારમાં આવતા ગામો જેવા કે આમખુટા, રતોલા, મોસાલી, બોરસદ જેવા ગામોમાં લોકોને તમાકુથી થતા નુકશાન અને રોગો વિશે સમજ આપવામાં આવી હતી તથા તમાકુના વ્યસનથી લોકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement