માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.ઝંખના રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારનાં ગામોમાં પ્લસ પોલિયોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાંકલ વિસ્તારના ગામોમાં 947 જેટલાં બાળકોને રસી પીવડાવવામાં આવી હતી. આ કાર્યકમમાં ડૉ. ઝંખના રાઠોડ, ફાર્મા સિસ્ટ ચેતન ચૌધરી, સુપરવાઈઝર મયુર ચૌધરી, ગુલાબ ચૌધરી, તેમજ ફિલ્ડ સ્ટાફ અને આશા વર્કરોએ ફરજ બજાવી હતી.
માંગરોળ તાલુકામાં 85 ટકા બાળકોને પોલિયોમાં આવરી લેવાયા. માંગરોલ તાલુકાના તાલુકાના તમામ ગામોમા 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારી. ડો સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકાના 92 ગામોના 101 બુથમાં મળી કુલ 24217 બાળકોની સામે 20650 બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી હતી. બાકી રહી ગયેલા બાળકોને તારીખ 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈ પોલિયો પીવડાવવામાં આવશે એમ તાલુકા અધિકારી તરફથી જણાવાયું હતું. સારી કામગીરી બદલ દરેક એમ.ઓ શ્રી આરોગ્ય કર્મચારી આશા બહેનો તેમજ અન્ય કર્મચારીઓનો આરોગ્ય અધિકારીએ આભાર માન્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ