Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં ભાજપની કારોબારી સભા યોજાઈ

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં માંગરોળ વિધાનસભા વિસ્તારના ભાજપ કાર્યકરોની યોજાયેલી કારોબારી સભામાં કોંગ્રેસ પાર્ટી ઉપર આગેવાનોએ આંકરા પ્રહારો કરી લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકો ઉપર જીતનો દાવો કર્યો હતો.

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વાંકલ ગામના સાઈ મંદિર પંચકુટીર હોલ ખાતે ઉમરપાડા માંગરોળ અને તરસાડી નગર ભાજપના કાર્યકર્તાઓ કારોબારી સભા યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા ભાજપનું સુકાન સંભાળ્યા પછી પ્રથમ વાર માંગરોળ તાલુકામાં આવેલા જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડ નું માંગરોળ ઉમરપાડા અને તરસાડી સહિત ત્રણેય એકમના સંગઠનના હોદ્દેદારો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું સાથે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને સાંસદ પ્રભુભાઈ વસાવા નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા એ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા હતા અને જન જન સુધી કલ્યાણકારી યોજનાઓની વાત પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ જણાવ્યું કે અગામી સમયમાં પાર્ટી દ્વારા વિવિધ પ્રકારના સંગઠનલક્ષી પ્રચાર પ્રસારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. કાર્યકર્તાઓને ખંત અને મહેનતથી પોતાની જવાબદારી નિભાવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરજી એ કોંગ્રેસ પાર્ટી ઉપર આંકરા પ્રહારો કરતાં જણાવ્યું કે કોંગ્રેસની સરકારે તેના શાસનમાં એક ખૂબ ભ્રષ્ટાચાર આચાર્યો છે કોઈ સારું કામ કર્યું નથી. ભ્રષ્ટાચાર અને બેરોજગારી ગરીબી સિવાય બીજું કંઈ દેશને મળ્યું નથી છતાં કોંગ્રેસ અને વિપક્ષો સરકાર પર કાદવ કિચડ ઉછાળી રહ્યા છે.

નવા સંસદ ભવનનું નિર્માણથી લઈ દરેક સારા કામોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રમાં સારી પ્રમાણિક નિષ્ઠાવાન સરકાર ફરી સ્થાપિત કરવા માટેનું આ એક જન આંદોલન છે જેનું નેતૃત્વ કાર્યકર્તાઓએ લેવું પડશે અને જન જન સુધી પહોંચી લોકોને સરકારે કરેલા કામોની સાચી સમજ આપવી પડશે વધુમાં જણાવ્યું કે ભાજપ પક્ષ પોતાની 350 બેઠક સાથે 400 લોકસભાની બેઠકો જીતશે તેઓ દાવો કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના મહામંત્રીઓ દિપકભાઈ વસાવા, યોગેશ પટેલ, જગદીશ પારેખ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અફઝલ ખાન પઠાણ, દિનેશભાઈ સુરતી, અમીષાબેન પરમાર, પીઢ ભાજપ અગ્રણી હર્ષદભાઈ ચૌધરી, દિલીપસિંહ રાઠોડ, રિતેશ વસાવા, દેવેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરીયા, તાલુકા પંચાયત સભ્ય યુવરાજસિંહ સોનારીયા, સંગઠન પ્રમુખ મુકુંદ પટેલ, રમેશ ચૌધરી સહિતના અનેક આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કારોબારી સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળનાં વસરાવી ગામે દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

માતૃભાષા અભિયાન દ્વારા વિનુ બામણીયાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન…

ProudOfGujarat

મધ્યપ્રદેશની સગીરાને 181 અભયમની ટીમે મદદ કરી બાલિકા સંરક્ષણ ગૃહમાં આશ્રય આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!