Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામનાં ચાર રસ્તા નજીકનાં વિજ ટ્રાન્સફોર્મર પાસે ગયેલા યુવકને વીજ કરંટ લાગતા સળગી ગયો હતો.

Share

ઝંખવાવ ચાર રસ્તા ઉપર માંડવી તરફ જવાના માર્ગની બાજુમાં દુકાન અને કેબીનની પાછળ વિજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. આ વિજ ટ્રાન્સફોર્મર પાસે સવારે ૧૧ વાગ્યાનાં સુમારે એક યુવક કોઈક કારણોસર ગયો હતો અને આ યુવકને વિજ કરંટ લાગતા સળગી ઉઠયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવક નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં મકવાણ ગામનો વતની હોવાનું તેમજ તેનું નામ રાકેશ વસાવા હોવાનું જણાવા મળ્યું હતું. આ યુવકનાં સગા સબંધી ઝંખવાવ ગામે કોઈ રહેતા નથી અને કયા કામ માટે ઝંખવાવ ગામે આવ્યો આ યુવક પોતે આત્મહત્યા કરવા માંગતો હોય અથવા કોઈ પ્રકારની ભૂલથી વિજ ટ્રાન્સફોર્મર પાસે પહોંચી ગયો હોય તે અંગે કોઈ વિગત જાણવા મળી નથી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા વચ્ચે એક જ સીએનજી પંપને લઇને હાલાકી.

ProudOfGujarat

સુરત બમરોલી 120 ફૂટ રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા સ્નેચરની રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી બે સ્નેચરને લોકોએ ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

ગુજરાતમાં 70 IPS અધિકારીઓની બઢતી સાથે બદલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!