માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કુલ ધોરણ 10 નું પરિણામ 73.53 ટકા આવ્યું છે. જ્યારે આજ સંકુલમાં કાર્યરત એમ.એમ.દેસાઈ અને કે.એમ.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ધોરણ 10 નું પરિણામ 79.50 ટકા આવ્યું છે.
એન.ડી.દેસાઈ હાઈસ્કૂલ માં ચૌધરી ક્રિષ્ના કુમારી નિલેશભાઈ 87.33% સાથે પ્રથમ ક્રમે આવ્યા છે.બીજા ક્રમ માટે બે વિદ્યાર્થીઓને સરખા ગુણ મળતા ગામીત અદિતિ દિલીપભાઈ 87.16 ટકા સાથે બીજા ક્રમે અને વાસાણી પરાગ પરેશભાઈ 87.16 ટકા સાથે બીજા ક્રમે આવ્યા છે. ચૌધરી સ્વીનલ કુમારી દિનેશભાઈ એ ૮૩.૬૬ ટકા સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે એમ.એમ.દેસાઈ અને કે.એમ.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ નું પરિણામ 79.50 ટકા આવ્યું છે. જેમાં ચૌધરી નિયતિ નિલેશભાઈ 85.33% સાથે શાળામાં પ્રથમ ક્રમે આવ્યા છે વસાવા રોશનીબેન રાજુભાઈ ૮૫ ટકા સાથે બીજા ક્રમે અને ગામિત કિંજલબેન બચુભાઈ 83.33% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ ના પ્રમુખ સંજયભાઈ એમ દેસાઈ તેમજ શાળાના આચાર્ય પારસકુમાર મોદી દ્વારા દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ