માંગરોળના કોસાડી ગામે નાસ્તાની દુકાન ધરાવતા ઈસમ પાસેથી પોલીસે કબજે કરેલા બે કિલો સમોસામાં ગૌમાસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું છે જ્યારે ગાયની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરનારા અન્ય બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પો.સ.ઇ. એચ આર પઢીયારને બાતમી મળી હતી કે ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપી મોસાલી ચાર રસ્તાથી રિક્ષા લઈને પસાર થનાર છે જેને આધારે પોલીસ કર્મચારીઓ સોહીલભાઇ મહેશકુમાર, આસિફખાન ઝહીરખાન, આનંદભાઈ પ્રેમાભાઈ, વિપુલભાઈ વિક્રમભાઈ, પ્રકાશભાઈ રમણભાઈ, નયનકુમાર ધીરજભાઈ, મિતેશભાઇ છાકાભાઈ, હિતેન્દ્રભાઈ રમેશભાઈ, વગેરેની ટીમે મોસાલી ચોકડી પરથી પસાર થતી એક રીક્ષાને અટકાવી ગૌમાંસ ગુનાના વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફ જીભાઈ રહે કોસાડી ગામ બાબર ફળિયુને ઝડપી લીધો હતો તેની પાસેથી પોલીસે બે કિલો સમોસા કબજે લીધા હતા. આરોપીની પૂછપરછ કરતા સમોસા બનાવવા માટેનું ગૌમાંસ કોસાડી ગામના નદી કિનારે ગાયને કાપનાર ઇસમો સુલેમાન ઉર્ફે સુલ્લુ સલીમ ભીખુ અને નગીન વસાવા ઉર્ફે સાઇમન વસાવા પાસેથી લીધું હોવાની કબુલાત કરી હતી. પોલીસે નાસ્તાની દુકાન ધરાવતા ઈસ્માઈલ ઈસુફ જીભાઈ પાસેથી કબજે લીધેલા બે કિલો સમોસા પોલીસે પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન શાળા સુરત ખાતે પરીક્ષણમાં મોકલ્યા હતા. ત્યારબાદ એફ એસ એલ અધિકારી દ્વારા આપવામાં આવેલ સર્ટીમાં ઉપરોક્ત સમોસામાં ગૌમાંસ હોવાનું બહાર આવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈ મેર દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ઈસ્માઈલ ઈસુફ જીભાઈ અને ગાય કાપી ગૌમાંસ વેચાણથી આપનારા સુલેમાન ઉર્ફે સુલ્લુ સલીમ ભીખુ અને નગીન વસાવા ઉર્ફે સાયમન વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ