માંગરોળ તાલુકાના આમખૂટા અને રટોટી ગામે જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દરેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે આમખૂટા અને રટોટી ગામે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.
વિસ્તરણ અધિકારી સંજયભાઈ બારીયા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે સરકારની ખેતીવાડી વિભાગની યોજના બાબતે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિ દિનેશભાઈએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ, પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ, અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને માહિતી આપી હતી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં ગ્રામસેવક સંજયભાઈ ચૌધરી એ પણ વિસ્તૃત માહિતી આપી હતી આમખૂટા અને રટોટી ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ