માંગરોળ તાલુકાના સિમોદ્રા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂતે વીજ બિલ ભર્યું હોવા છતાં માંગરોળ વીજ કચેરીના ખાડે ગયેલા વહીવટને લઈ ફરી વીજ કંપનીએ ₹.26,741 નું મસ મોટું બિલ ફટકારતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.
માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામના ખેડૂત કિરણભાઈ નાથુભાઈ પ્રજાપતિ જેવો સીમોદરા ગામની સીમમાં સુરાલી નહેર વગા પાસે સર્વે નંબર 527 વાળી ખેતીની જમીન ધરાવે છે જેમાં કૃષિ પાકોને સિંચાઈનું પાણી આપવા માટે એક બોર કરેલ છે જેના ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી વીજ કનેક્શન મેળવેલ છે અને છેલ્લા પાંચ વર્ષથી તેઓ ઈલેક્ટ્રીક મોટર મૂકી વીજ વપરાશ કરી રહ્યા છે તેમનો ગ્રાહક નંબર 04267/00634//6 છે માર્ચ માસમાં તેઓનું વીજબીલ આવતા તેમણે રૂ 9980 નું વિજ બીલ રેગ્યુલર ભરી દીધું હતું છતાં ફરી પાછું તેઓને વીજ કંપની દ્વારા ₹26,741 નું બિલ ફટકાવવામાં આવ્યું છે. મોટી રકમનું બિલ આવવાથી ખેડૂત કિરણભાઈ પણ ચોકી ઉઠ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ વિજ વપરાશ કરે છે પરંતુ આટલું મોટું બીલ ક્યારેય આવ્યું નથી. હાલમાં જ્યારે વીજ કંપની ખેડૂતોને માત્ર આઠ કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે અને તેમાં પણ કેટલીકવાર લાઈન ફોલ્ટ પર હોય છે જેને કારણે ખેડૂતોને વીજ પુરવઠો પૂરતો મળતો નથી ત્યારે આવા સંજોગોમાં મોટી રકમનું વીજ બીલ કઈ રીતે આવી શકે તે એક સવાલ છે. સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવા માટે વચન આપી રહી છે ત્યારે હાલ ખેડૂતોને પડતા ઉપર પાટુ મારવામાં આવી રહ્યું છે ત્યારે આવી ભૂલ બાબતે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ યોગ્ય રીતે તપાસ કરી ખેડૂતને ન્યાય આપે એ જરૂરી બન્યું છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ