Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી જી.આઇ.પી.સી.એલ.કંપનીની ટાઉનશિપમાં કોરોના વાયરસનાં બે પોઝિટિવ કેસ નોંધાયા.

Share

માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ. કંપનીની ટાઉનશીપમાં રહેતા એક કામદારની પત્ની અને તેના પુત્રનો રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવતા કામદાર વર્ગમાં ગભરાટ ફેલાયો છે. માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જી.આઈ.પી.સી.એલ. કંપનીની ટાઉનશીપમાં રહેતા એક કામદાર પરિવાર સાથે સુરત અમરોલી સંબંધીને ત્યાં થોડા દિવસ રોકાયા હતા ત્યારબાદ તેઓ પરત નાની નરોલી ખાતે આવતા કામદારની પત્ની ઉંમર વર્ષ 46 અને પુત્ર ઉંમર વર્ષ 21 બીમાર થતા ફરી તેઓ સુરત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યારે તેઓને ચેક કરતા કોરોના વાયરસ ના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં તેઓનો રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો હાલ બંને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોઝિટિવ દર્દી પત્ની પુત્રનાં સંપર્કમાં આવેલ કામદારનાં હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર શાંતા કુમારીનાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા નાની નરોલી જી.આઇ.પી.સી.એલ ટાઉનશીપમાં પોઝિટિવ દર્દીનાં નિવાસસ્થાનની આસપાસનાં વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ હાલ ઉપરોક્ત ટાઉનશીપમાં સર્વેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામ નજીક કાર ખાડામાં ઉતરી જતા ચાલકનું મોત.

ProudOfGujarat

બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસી એક ચિંતાનો વિષય લોકડાઉનમાં બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસીની મજબુરી.

ProudOfGujarat

પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ‘પીજીઆઈએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ’ ની રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!