જૈન સંઘમાં જેમણે 400 થી વધુ પુસ્તકો લખ્યાં છે એવા પદ્મ ભૂષણ રાષ્ટ્રીય સંત જૈન આચાર્ય શ્રી રત્ન સુંદર સૂરિજી મહારાજ સાહેબ ની 38 વર્ષ બાદ બીજી વખત માંગરોળ ગામે પધરામણી થઈ હતી. રાષ્ટ્રીય સંત અને જૈન આચાર્ય શ્રી રત્ન સુંદર સૂરિજી મહારાજ સાહેબનું માંગરોળ ગામમાં આગમન થવાથી જૈન સંઘો તેમજ ગામના દરેક સમાજના લોકો એ ગુરૂ મહારાજનું સવારે ભવ્ય સામૈયું કરીને સ્વાગત કર્યું હતું. ગુરૂ મહારાજ સાહેબ એ પોતાની આગવી શૈલીમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચન આપ્યું હતું. પૂજ્ય શ્રી નું પ્રવચન જાગતે રહો વિષય ઉપર સાંભળવા જૈન સમાજ તેમજ દરેક સમાજના લોકો ઉમટી પડ્યા હતા. પૂજ્ય મહારાજ સાહેબ એ પ્રવચનમાં જણાવ્યું હતું કે જીવનમાં હંમેશા પાપ કરતા અટકવું અને પુણ્ય બંધાય તેવા સારા કાર્યો કરવા તો આપને જાગતા રહ્યા છે એવું કહેવાય પ્રવચન બાદ દરેક લોકો માટે સ્વામી વાત્સલ્યનું આયોજન કરેલ હતું. રાત્રે માંગરોળ ગામમાં રોકાયા બાદ આવતી કાલથી તેમનો વિહાર બારડોલી તરફ થશે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ