ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલીમાં શાળાનાં આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ Entrepreneurship Development Institute Of India, અમદાવાદમાં પાંચ દિવસનાં ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ શિક્ષકોમાં ઔધોગિક સાહસિકતા વિકસાવવાનો હતો, જેનાં થકી તેઓ બાળપણથી જ બાળકોમાં આ પ્રકારની માનસિકતા વિકસાવી શકે. જેવી રીતે આજે કૌશલ્ય વિકાસનાં શિક્ષણને મહત્વ આપવામાં આવી રહ્યું છે, તેનાં અંતર્ગત શિક્ષકો તેમનાંમાં સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા ઔધોગિક સાહસિકતા શિક્ષણ દ્વારા બાળકોને શીખવી શકે અને સ્વનિર્ભર & આત્મનિર્ભર બનાવી શકે.
ઈન્ટપ્રોનિયોરશિપ ડેવલોપમેન્ટ સેન્ટરમાં શીતલ મેડમ અને પ્રોજેક્ટ મેનેજર ડાયરેક્ટર શ્રીમતિ બૈસાલી મિત્રા, ડાયરેક્ટર જનરલ શ્રી સુનીલ શુક્લા અને અન્ય ફેકલ્ટી સભ્યો દ્વારા કાર્યક્રમનું સંચાલન અને સમાપન કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગસાહસિકતાને નવા વ્યવસાયની રચના, પ્રારંભ અને ચલાવવાની પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે, જે ઘણીવાર શરૂઆતમાં એક નાનો વ્યવસાય હોય છે. જે લોકો આ વ્યવસાયો બનાવે છે તેમને ઉદ્યોગસાહસિક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉદ્યોગસાહસિકતાની વ્યાખ્યા સામાન્ય રીતે વ્યવસાયો શરૂ કરવા અને ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં જોખમોને લીધે, સ્ટાર્ટ-અપ ઉદ્યોગોનું નોંધપાત્ર પ્રમાણ “ભંડોળના અભાવ, ખરાબ વ્યવસાયિક નિર્ણયો, આર્થિક સંકટ, બજારની માંગનો અભાવ અથવા આ બધાના સંયોજન” ને કારણે બંધ થવું પડે છે. આ બધા પડકારો નો સામનો કરવો અને વ્યવસાય સ્થાપવો તે અમને પાંચ દિવસમાં વર્કશોપ દ્વારા શીખવવામાં આવ્યું. અમને નવાં ઈન્ટપ્રોનિયર સાથે પણ મુલાકાત કરાવી નવો સ્ટાર્ટઅપ કરવાની ઔધોગિક સાહસિકતાને સમજ આપવામાં આવી.
આ વર્કશોપ અંતર્ગત પાંચ દિવસ માટે અમારા માટે જે કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો હતો તે દિવસ અંતર્ગત ચાર સેશનમાં લેવામાં આવતો હતો. કાર્યક્રમના ફાયદા, ઔદ્યોગિક સાહસિકતાની ઉત્પતિ, ઔદ્યોગિક સાહસતા અને સ્ટાર્ટ અપ, ઈન્ટપ્રોનિયોર પર્સનાલિટી એસસેસમેન્ટ, ઈન્ટપ્રોનિયર મોટીવેશનલ કન્સેપ્ટ, ઈન્ટપ્રોનિયર મોટીવેશનલ ટ્રેનિંગ, ઈન્ટપ્રોનિયર સફળતાં સ્ટ્રેટેજીકલ કોમ્યુનિકેશન, ડિઝાઇન થીંકીંગ પ્રોબ્લેમ સોલ્ડિંગ, કરિયુલમ ડેવલોપમેન્ટ ઈમ્યૂનિસિપ એજ્યુકેશન, ટીચિંગ મોડેલ્સ & પેરાગોગિકલ ટુલ્સ, ઈન્ટપ્રોનિયોરશિપ & ફાઈનાન્સ, બિઝનેસ, આઈડિયા, ઓપોર્ચિન્યૂટી એન્ડ માર્કેટિંગ અને અંતમાં એક્શન પ્લાન પ્રેઝન્ટેશન, ફીડબેક, સર્ટિફિકેટ વિતરણ જેવાં કન્ટેન્ટનાં અંતર્ગત કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ