Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઈસનપુર ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ.

Share

રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે સુરત જિલ્લાના દરેક ગામોમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત, આત્મા, પશુપાલનના અધિકારીઓ માસ્ટર ટ્રેનરો સાથે પ્રાકૃતિક તાલીમ શિબિર યોજી રહ્યા છે.

આજરોજ જિલ્લાના આત્મા પ્રોજેકટના ડાયરેકટર અને નાયબ ખેતી નિયામક(તાલીમ) એન.જી. ગામીતના અધ્યક્ષ સ્થાને માંગરોળ તાલુકાના ઈસનપુર ગામે પ્રાકૃતિક શિબિર યોજાઈ હતી. તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડુતોની સમૃધ્ધિ અને લોકોના સુખી અને તંદુરસ્ત જીવન માટે અપનાવવી પડશે. રસાયણમુકત ખેતી થકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતોએ નાના પાયે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જીવામૃત, ધનજીવામૃત જેવા પ્રાકૃતિક કિટ્સ નાશકો બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.

આ અવસરે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર ખેડુતો દ્વારા ગ્રામજનોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા. આમ ગામદીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અધિકારીઓ ગામડાઓ ખુંદી રહ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની પોકસો અદાલત.

ProudOfGujarat

ઝધડીયા : ચાર વર્ષ પ્રેમ સંબંધ રાખ્યા બાદ યુવતીએ સંબંધની ના પાડતા પ્રેમીએ રીસ રાખી ચપ્પુ વડે હુમલો કર્યો.

ProudOfGujarat

અભિનેતા જેસન શાહ, એ.આર. મુરુગાદોસની આગામી ફિલ્મ “16 ઓગસ્ટ 1947” રીલીઝ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!