માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે છેલ્લા 15 દિવસથી રેગ્યુલર ઇ સ્ટેમ્પ નહીં મળતા આવક જાતિના દાખલા કઢાવવા આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. મામલતદાર કચેરી ખાતે હાલમાં જે કોન્ટ્રાક્ટરને ઈ સ્ટેમ્પ વેચવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે નિયમિત આવતો નથી સવારે 10:30 થી સાંજ ના 5:00 વાગ્યા સુધી કચેરી ખાતે હાજર રહેવાનું હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરની મનમાની અને અનિયમિતતાના કારણે લોકો મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કીમ ચાર રસ્તા, પીપોદરા જેવા 30 થી 35 કિલોમીટર દૂરના ગામોમાંથી આવક જાતિના દાખલા કઢાવવા માટે લોકો ભાડું ભથ્થું ખર્ચીને તાલુકા મથક ખાતે આવતા હોય છે પરંતુ ઈ સ્ટેમ્પ નહીં મળતા તેઓના કામ થતા નથી હાલમાં આવક જાતિના દાખલા કઢાવવા માટે રૂપિયા 50 નો ઈ સ્ટેમ્પ લેવો પડે છે અને પેઢીનામુ નહીં નીકળે ત્યાં સુધી વિદ્યાર્થીઓના સ્કૂલના એડમિશનની પ્રક્રિયા આગળ ચાલી શકતી નથી ત્યારે લોકોની મુશ્કેલી દૂર થાય તે માટે જવાબદાર સરકારી વિભાગના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી રહી છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ