માંગરોળ તાલુકા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસી સમાજના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર પાર્થ જયસ્વાલને આવેદનપત્ર સુપ્રત કરી આગેવાનોએ જણાવ્યું કે આદિવાસી મહિલાઓને ₹ 100 માં ગેસ બોટલનું રિફિલિંગ કરી આપવાનું અને વિધવા મહિલાઓને પ્લોટ સાથે આવાસ આપવામાં આવે, મનરેગા કાયદાનો ચુસ્તપણે અમલ સાથે 100 દિવસની રોજગારી આપવામાં આવે, આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટ લાગુ કરવામાં આવે, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ઘટો છે તે પૂરવામા આવે, જર્જરીત આંગણવાડીઓ દૂર કરી નવી આંગણવાડી બનાવવામાં આવે, હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં હેન્ડ પંપ સમારકામ અને પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવે, શેરડીના કામદારો અને બાંધકામ ક્ષેત્રના મજુરના રહેઠાણની જગ્યાએ પીવાનું પાણી આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવે, બંધારણની કલમ પાંચ મુજબ સરકારી નોકરીઓમાં સ્થાનિક આદિવાસીઓને નોકરી આપવામાં આવે અને જમીન સંપાદન પ્રક્રિયા આદિવાસી વિસ્તારમાં બંધ કરવામાં આવે જેવી 10 જેટલી માંગણીઓ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ