માંગરોળ તાલુકાના નાની ફળી ગામે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીએ ટીમ સાથે ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી. નાની ફળી ગામના આદર્શ ઉત્સાહી ખેડૂત રમેશભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં તરબૂચ, પપૈયા, શકકર ટેટીની ખેતી કરી છે. આ ખેતરની મુલાકાત સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી એસ બી ગામીત તેમજ નાયબ ખેતી નિયામક અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એન જી ગામીત સાથે મદદનીશ ખેતી નિયામક સરોજબેન સાવલિયા અને અન્ય સહયોગી કર્મચારીઓ સંદીપભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌહાણ સહિતની ટીમે પપૈયા, શકરટેટી, તરબૂચ વગેરે પાકોનું નિરીક્ષણ કર્યું હતું. બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી સાથે જીવામૃતના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા: વાંકલ
Advertisement