Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના નાના નૌગામા ગામે તીન પત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

Share

માંગરોળ તાલુકાના નાના નૌગામા ગામે તીન પત્તી જુગાર રમી રહેલા ચાર ઈસમોને પોલીસે પોલીસે રૂપિયા 66,970 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર.પઢીયાર અને પોલિસ સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તેમને ખાનગી બાતમી મળી હતી કે નૌગામા ગામમાં વસાવા ફળીયામા કૌશિકભાઇ નગીનભાઇ વસાવાના ઘરના આંગણામાં લાઇટના અજવાળામા કેટલાક ઇસમો ભેગામળી તીન પત્તીના જુગાર રમી રમાડી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો દ્વારા રેડ કરતા ચાર ઇસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જેમા બાબુભાઇ નટવરભાઇ વસાવા ઉ.વ-૫૫, વસંતભાઇ ભીખાભાઇ વસાવા ઉ.વ.૪૬ , અનીલભાઇ મેલજીભાઇ વસાવા, તમામ રહે, નૌગામાં ગામ, તાલુકો માંગરોળના વતની છે જ્યારે અન્ય એક ઇસમ ફૈઝલ યુનુશ જીભાઇ ઉ.વ-૩૫ ધંધો-ડ્રાઇવિંગ રહે.કોસાડી ગામ પાદર ફળીયું તા.માંગરોલ ને ઝડપી પાડેલ છે. દાવ પરના રોકડા રૂ. ૨૮૪૦/-વિવો કંપનીનો એન્ડ્રોઇડમોબઇલ ફોન,એક ઓટો રીક્ષા કુલ કિંમત રૂ. ૬૬૯૭૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળના કોસાડી ગામેથી ગૌવંશના ચાર ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ : વાલિયામાં મુખ્યમંત્રીનાં હસ્તે પાણી પુરવઠાની ચાર યોજનાઓનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં માર્ગના નવીનીકરણ પહેલા સફાઈ હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!