Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં બાળકને ઝેરી સાપે ડંખ મારતા મોત થયું

Share

મામા ફળિયામાં કાચા ઘરમાં રહેતા એક ગરીબ પરિવારનો પુત્ર હમજા સિરાજ મુલતાની નામનો બાળક ઘરમાં રમી રહ્યો હતો આ સમયે ઉંદરે પાડેલ દરમાં બાળકે હાથ નાખતા દરમાં છુપાયેલા ઝેરી સાપે બાળકને હાથ ઉપર ત્રણ ડંખ માર્યા હતા જેથી પરિવારજનો તાત્કાલિક તેને ઝંખવાવની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ બાળકની સ્થિતિ ગંભીર હોવાથી ડોક્ટરોએ આગળ ખસેડવાની સલાહ આપી હતી. આ દરમિયાન બાળકને વધુ પડતા ઝેરની અસર થતા કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા ગરીબ પરિવારના માથે મુશ્કેલીનું આભ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. માતા પિતાનો એકનો એક લાડકવાયો છીનવાઈ જતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે આવેલ ઈકરા સ્કૂલ ખાતે બંધારણ બચાવ ની ચિંતન શિબિર યોજાઈ

ProudOfGujarat

સુરતમાં સગર્ભા મહિલાઓએ ગરબાના તાલે ઝુમીને અનોખી રીતે કર્યુ પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન

ProudOfGujarat

અંકલેશ્વર : દુકાનની બહાર પાર્ક કરેલ ઇકો કારની થઇ ચોરી : શોપિંગ સેન્ટરમાં CCTV કેમેરાનો અભાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!