Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાની ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં fire fighting demonstration પ્રોગ્રામનુ આયોજન કરાયું

Share

FIRE SAFETY WEEK અંતર્ગત જી.આઇ.પી.સી.એલ. અગ્નિશામકદળની એક્સપર્ટ ટીમ દ્વારા આગ લાગી હોય ત્યારે કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય અને ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરી બચાવના પાગલ હાથ ધરવાની ટ્રેનિંગ આપવામાં આવી.

શાળાના આચાર્યવૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જી.આઇ.પી.સી.એલ. ફાયર ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ રાજેન્દ્ર સિસોદિયા અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. તેઓએ બાળકોને તેમનાં કોડ PASS જેનો અર્થ Pull, Aim, Squeeze, & Sweep થાય છે, તેનાં ડેમોસ્ટ્રેશન દ્વારા સરસ રીતે ફાયર સેફટીના પગલા કેવી રીતે લેવા તેની પ્રત્યક્ષ સમજ આપી. તેઓ એ અલગ-અલગ પ્રકારની આગ અને તેને બુઝાવવા માટે વપરાતા અલગ-અલગ રાસાયણિક અને યોગ્ય અગ્નિશામક વિશે પણ જાણકારી આપી.
જેમ આગના પ્રકાર અલગ અલગ હોય છે, તેમ આગને બુજાવવા માટે રાસાયણિક પદાર્થો પણ અલગ અલગ પ્રકારના વપરાય છે, જેમાં પ્રવાહી પદાર્થ, પાવડર, ગેસ, ફીણ વગેરે સ્વરૂપની જાણકારી આપી.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સંભવિત આગના જોખમોને ઓળખવા જેમાંથી એક છે, જ્વલનશીલ પદાર્થોનું યોગ્ય સંચાલન કરવું. સમય સૂચકતા પ્રમાણે ઇગ્નીશન સ્ત્રોતો પર નિયંત્રણ અને યોગ્ય ઉપયોગ કરવો. મુખ્યત્વે વીજળી જે તમામ વ્યવસાયોમાં મુખ્ય ઇગ્નીશન સ્ત્રોત છે. તેવી જગ્યા પર યોગ્ય અગ્નિશામકનો વપરાશ કરવો તેવો હતો. વિદ્યાર્થીઓએ પોતાની જાતેજ પ્રેક્ટીકલ દ્વારા અગ્નિશામકો ઓળખ મેળવી અને કટોકટીની પળે યોગ્ય પગલા લેતા શીખ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વડોદરામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં સામાજિક કાર્યકરે પી.પી.ઇ કીટ પહેરી આપ્યું કલેકટરને આવેદન.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં હોસ્ટેલ સુવિધા સાથેની રેસીડેન્શીયલ નવી સૈનિક સ્કૂલનું નિર્માણ થશે.

ProudOfGujarat

રાજપીપળા : પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓના ધરણાં અને રેલીનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!