Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી ગામે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો અને ખેડૂતો એ જીઆઇપીસીએલની જમીન સંપાદન પ્રક્રિયાનો વિરોધ કર્યો.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો ખેડૂતોએ જીઆઇપીસીએલ કંપનીની જમીન સંપાદન પ્રક્રિયાનો વિરોધ કરી કંપનીને જમીન નહીં આપવાનો સરવાનું મતે ગ્રામસભામાં ઠરાવ કર્યો હતો.

નાની નરોની ગામે લીગ્નાઈટ પાવર પ્રોજેક્ટનો 1993 થી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં નાની નરોલી ગામના ખેડૂતોની મહત્તમ જમીનો સંપાદન થતા ખેડૂતો અસરગ્રસ્ત બન્યા હતા હાલમાં જીઆઇપીસીએલ કંપની દ્વારા વિવિધ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેથી આ મુદ્દે નાની નરોલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા સરપંચ રૂપસીંગભાઇ વસાવા, ડેપ્યુટી સરપંચ અબુ બક્કર તરકી, તાલુકા પંચાયતના સદસ્ય કમળાબેન વસાવા વગેરે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં ગામના ખેડૂતો અહમદ ઈસ્માઈલ મુલ્લા, અબ્દુલ રહીમ સુલેમાન લીંબાડા, અબ્દુલ યુસુફ દિવાન ઇમરાન સાદિક કારા, સબ્બીરભાઈ જર્મન, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે ગ્રામજનોએ જણાવ્યું કે ભૂતકાળમાં જીઆઇપીસીએલ કંપનીને ગામના મહત્તમ ખેડૂતોએ જમીન આપી છે પરંતુ કંપની દ્વારા અસરગ્રસ્ત તરીકેના લાભો ખેડૂતોને આપવામાં આવ્યા નથી જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે હવે પછી કંપનીને ખેડૂતોએ જમીન નહીં આપવાનો નિર્ણય કરી આ મુદ્દે સર્વાનુમતે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા માંગરોળ ગામની યોજાયેલી ગ્રામસભામાં ખેડૂતોએ જીઆઇપીસીએલ કંપનીને જમીન નહીં આપવાનો ઠરાવ કર્યો હતો ત્યારબાદ નાની નરોલી ગામે ગ્રામજનો દ્વારા વિરોધ કરી ઠરાવ કરવામાં આવ્યો છે.

અસરગ્રસ્ત ખેડૂતોને જીવન નિર્વાહ માટે આપવામાં આવતી ફ્લાય એસ જેવા લાભ કંપની યોગ્ય રીતે આપતી નથી

Advertisement

ભૂતકાળમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂત અને ગ્રામ પંચાયતના સદસ્ય એ જણાવ્યું કે અમે જમીન ગુમાવી અસરગ્રસ્ત થયા પછી કંપની દ્વારા જે અસરગ્રસ્ત તરીકેના લાભો આપવાની તેની જવાબદારી છે તે કંપનીએ નિભાવી નથી. ફલાઇ એસ જે વેસ્ટ મટીરીયલ છે તેમાંથી ઈંટ બનાવવાનો નાનો ઉદ્યોગ ખેડૂતો કરી રહ્યા છે પરંતુ ખેડૂતોને યોગ્ય રીતે આ લાભ નથી મળ્યા સાથે અનેક પ્રકારના લાભો જે મળવા જોઈએ તે મળ્યા નથી જેથી અમે જમીન આપવાનો ઇન્કાર કરીએ છીએ.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી.

ProudOfGujarat

જંબુસરના દોઢગાવ આંબા વિસ્તારમાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા દરમિયાન દેશી દારૂ સાથે ચાર આરોપી ઝડપાયા.

ProudOfGujarat

ક્રાઇમ બ્રાંચના દરોડા – અંકલેશ્વરના યોગી એસ્ટેટ-2 ખાતે ધૈર્ય બિલ્ડકોન ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, 9 ખૈલી જેલ ભેગા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!