Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ મુખ્ય માર્ગ પર ધોળીકુઈ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ઇકો કાર ચાલકે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું

Share

માંગરોળના વાંકલ મોસાલી મુખ્ય માર્ગ ઉપર ધોળીકુઈ ગામના પાટીયા નજીક રોડ ક્રોસ કરેલા વ્યક્તિને ઇકો કાર ચાલકે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું. પાટ ખરેડા ગામના કાંતુભાઈ ઠાકોરભાઈ ગામીત (ઉંમર વર્ષ 50 ) તેમના જમાઈ કરણભાઈ રાજેશભાઈ ચૌધરી સાથે બાઈક ઉપર બેસી પાટ ખરેડા ગામથી ધોળીકુઈ ગામના પાટીયા પાસે આવ્યા હતા અને બાઈક ઉપર થી ઉતરી રોડ ક્રોસ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સરકારી બસ ધોળીકુઈના પાટીયા પાસે આવીને ઉભી રહેતા તેઓ બસની પાછળથી રોડ ક્રોસ કરતા હતા આ સમયે વાંકલ તરફથી આવી રહેલ ઇકો કાર નંબર G.J.19 B.E.6383 ના ચાલકે તેમને અડફેટ લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કાંતુભાઈને તાત્કાલિક ઝંખવાવ અને ત્યાંથી બારડોલી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ માથામાં થયેલી ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભમાં કરણભાઈ રાજેશભાઈ ચૌધરી ઇકો કારના ચાલક વિરૂધ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા નિઝામશાહ દરગાહની જગ્યા રાજપીપળા નગરપાલિકા પાલિકા હસ્તક કરી દેવાનું લખાણ માંગતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

ભરૂચ જીઇબીની બેદરકારીના પગલે રતનગનર વિસ્તારમાં 2 ગાયોનું નીપજ્યું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પિરામમણ નાકા થી ત્રણ રસ્તા સર્કલ સુધીના રોડ પર ફ્રૂટ્સના લારી-ગલ્લા અને હોટલોમાં ચેકીંગ હાથ ધરાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!