Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાલા દેવી માતાજી મંદિરનાં ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરાઈ.

Share

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ તેરસના રોજ બારડોલી શાસ્ત્રી રોડ સ્થિત જવાલા દેવી માતાજી મંદિરનો ૧૫ મો પાટોત્સવની પુરાભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માતાજીની સાલગીરા નિમિત્તે માતાજીના મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. આ અવસરે મંદિર પરિસરમાં માતાજીનો હોમ હવન પૂજા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત ભાવિક ભક્તોએ મહાપ્રસાદી લઇ ધન્યતા અનુભવી હતી. સવારથી જ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા અને આખું મંદિર પરિસર જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠયુ હતું. મૈસુરીયા સમાજના યુવાનો, મહિલા મંડળ, સમાજના આગેવાનો દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળાથી એક વર્ષ પહેલા ચોરાઉ બાઈકનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ સંસદમાં નિયમ-377 હેઠળ દેશના આદિવાસીઓની આરોગ્ય સંબંધી સમસ્યા ઉઠાવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!