આવેદનમાં જણાવ્યા પ્રમાણે ત્રણ માસ પૂર્વે લોકડાઉનનાં સમયથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં અને એક્સાઇઝ ડ્યુટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જયારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકાર પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે. ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, માંડવીનાં ધારાસભ્ય આનંદ ભાઈ ચૌધરી, વાડીનાં હરીશભાઈ વસાવાને માંગરોળ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.માજી મંત્રી ડૉ.તુષારભાઈ ચૌધરી, વિધાનસભાનાં ઉપદંડક અને માંડવી સોનગઢનાં ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જગદીશભાઈ પટેલ તથા માંગરોળ કોગ્રેસ સમિતિ પ્રમુખ શામજીભાઈ ચૌધરી, માજી મંત્રી રમણભાઈ ચૌધરી, પ્રદેશનાં મંત્રી નાનસિગભાઈ વસાવા, રૂપસિંગભાઈ ગામીત, બાબુભાઈ એડવોકેટ, શાહબુદ્દીન મલેક, પ્રકાશભાઈ ગામીત તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને માંગરોળ સમિતિ દ્વારા મા. મહોદય શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા સામે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
Advertisement