માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી ગૌવંશ ગુનાના કુખ્યાત આરોપી ફેજલ ઉર્ફે સૂર્યા સુલેમાન મમજીને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી કે વનાર દ્વારા ગૌવંશના ગુના રોકવા અને ગૌવંશના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના માંગરોળના પો.સ.ઇ. એચ આર પઢીયારને આપવામાં આવી હતી ત્યારબાદ તેમણે સહયોગી પોલીસ કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ પ્રેમજીભાઈ, નયનકુમાર ધીરજભાઈ, સુહાગભાઈ શ્રીપદભાઈ, વગેરેની ટીમ સાથે ત્રણ જેટલા ગૌવંશ ગુનામાં નાસતો ફરતો આરોપી ફેજલ ઉર્ફે સુર્યા સુલેમાન મમજીને માંગરોળના કોસાડી ગામના 42 ગાળા ફળિયામાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ગૌવંશના 9 જેટલા ગુનાઓ નોંધાયા છે તેના વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતની બે વાર દરખાસ્ત કરવામાં આવી હતી અને હાલ ત્રણ ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો. ઝડપાયેલા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને લાજપોરની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ