ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લીમીટેડ રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી દ્વારા પ્રોજેક્ટ વિસ્તારની મહિલાઓના સ્વ-સહાય જૂથો બનાવવામાં આવેલ છે. મહિલા સશક્તિકરણ અને સ્વ-સહાય જૂથોના સભ્યોમાં સંગઠન, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિના શુભ આશયથી “સ્વ-સહાય જૂથ – સ્વચ્છ ઘર – સ્વચ્છ ગામ ઇનામ વિતરણ અને બેટી બચાવો અંતર્ગત સન્માન કાર્યક્રમ” વકીલપરા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મહિલાઓને 8 લાખથી વધુના ઇનામોનું મહાનુભાવો દ્વારા વિતરણ કરાયું હતું.160જેટલા સ્વ જૂથો મહીલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમા 1700 જેટલાં સદસ્યો જોડાયેલા છે.
જેમાં ગણપતસિંહ વસાવા ધારાસભ્ય-માંગરોળ વિધાનસભા અને માજી કેબિનેટ મંત્રી, કુ.અંકિતા વસાવા ખેલો ઇન્ડિયા વુમન રોડ સાઇક્લીંગ ગોલ્ડ મેડાલીસ્ટ, ૨૦૨૨-૨૩, ચંદનબેન ગામીત પ્રમુખ, તાલુકા પંચાયત, માંગરોળ એન. કે. સીંગ ચીફ જનરલ મેનેજર, (SLPP) GIPCL & ટ્રસ્ટી, દીપ ટ્રસ્ટ. દીલીપસિંહ વી. રાઠોડ ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, (APMC) કોસંબા દીપકભાઈ વસાવા સુરત જિલ્લા બી જે પી મહામંત્રી, એન. આર. પરમાર ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર મુકુંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, બહેનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતું તેમજ કુ.અંકિતા વસાવા ખેલો ઇન્ડિયા વુમન રોડ સાઇક્લીંગ ગોલ્ડ મેડાલીસ્ટનુ ગણપત સિંહ વસાવાના હસ્તે સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો હસ્તે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. ગણપત સિંહ વસાવા એ દીપ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે જે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેની સરાહના કરી હતી. કુ. અંકિતા વસાવા એ પણ ગણપતસિંહ વસાવા નો અને દીપ ટ્રસ્ટનો આભાર માનેલ હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યુ હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : નાની નારોલી જી.આઈ.પી.સી.એલ રચિત દીપ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.
Advertisement