માંગરોળ તાલુકામાં આવેલ ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ, નાની નરોલી ખાતે પુસ્તક વિતરણ તેમજ રીઝલ્ટ ડીકલેરેશન ડે નિમિત્તે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોઈ વાલીઓએ પુસ્તક, કપડાં તેમજ રમકડાંનું દાન કરવા ઈચ્છતા હોયતો તેના માટે શાળામાં દાનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિદ્યા ભવન્સ એકેડમી ના આચાર્ય વૈભવ અગ્રવાલે જણાવ્યુકે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નું એક અભિયાન શરૂ કર્યું છે તેનાથી બાળકો અને વાલી ઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
દરેક બાળકોના માતા પિતાને “એક વૃક્ષ, એક ચકલી ઘર” નું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આવનારી પેઢીઓ માટે શુદ્ધ પાણી, શુદ્ધ હવા મળી રહે તે માટે આપણે બધા એ સહિયારો પ્રયાસ કરવો જોઈએ. જેથી આવનારી પેઢીઓને શુદ્ધ હવા અને પાણી મળી શકે તેના માટે એક જૂથ થઇ પ્રયત્નો કરવા જોઈએ. 700 જેટલા છોડો તેમજ 1000 જેટલા ચકલી ઘરો વિદ્યા ભવન્સ એકેડમી દ્વારા બાળકો અને વાલીઓને એક વૃક્ષ એક પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલે બાળકો અને વાલીઓનો તેમજ સ્ટાફ ગણનો આભાર માન્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ