Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના વિદ્યાર્થીએ IIT (JAM) પરીક્ષા પાસ કરી કોલેજનું ગૌરવ વધાર્યું

Share

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે ટી.વાય.બી.એસ.સી. ગણિતશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રજાપતિ અંકિતકુમાર વસંતભાઈ એ IITs (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી IIT (JAM) 388 ક્રમ સાથે પરીક્ષા પાસ કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.

કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા પ્રજાપતિ અંકિતને ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન સહ શુભેચ્છાઓ આપી હતી. આ સાથે ગણિતશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક વનરાજ કાગડા અને સિધ્ધિ કોઠારી ને પણ અભિનંદન પાઠવી તેઓની સખત મહેનતને બિરદાવી હતી. આ પ્રસંગે સમગ્ર કોલેજ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને કોલેજના અધ્યાપકોએ પણ અંકિતને અભિનંદન પાઠવ્યા હતા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અક્ષય કુમારે સુરત માટે ‘બચ્ચન પાંડે કી સવારી’ ને ફ્લેગ ઓફ કર્યું!

ProudOfGujarat

નેત્રંગ ખાતે રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે સ્થાનિકોનું ગ્રામ પંચાયત બહાર આંદોલન

ProudOfGujarat

મહિના ઓ બાદ ઘણા લાંબા સમય બાદ બાગ બગીચા ખુલશે….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!