Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના નવી નગરી ફળિયામાંથી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

Share

માંગરોળ ગામના નવીનગરી ફળિયા માંથી પોલીસે ₹30,800 ઈંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે ગુનાનાં આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. પો.સ.ઇ. એચ.આર.પઢીયારને ખાનગી બાતમી મળેલ કે, માંગરોલ ગામ નવીનગરી ફળીયામાં રહેતો અનિલભાઇ બાબુભાઇ વસાવા નાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેના ઘરના વાડામાં અલગ અલગ જગ્યાએ ખાડા કરી દારૂ સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે હે.કો. સંદીપ દેવેન્દ્રભાઈ, આનંદભાઈ પ્રેમાભાઈ,પો.કો. પ્રકાશભાઈ રમણભાઈ,પો.કો. આસિફખાન ઝહીરખાન, પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ, પો.કો.નયનભાઈ ધીરજભાઈ,વગેરેની ટીમે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો કુલ દારૂ બોટલ નંગ 113 જેની કુલ કિંમત ₹.૩૦,૮૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી અનિલભાઇ બાબુભાઇ વસાવા નાઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ જાહેર કર્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ

ProudOfGujarat

આમોદ તાલુકાની આર. એન.પટેલ વિદ્યાલય સરભણ માં 76 માં શાળા સ્થાપના દીનની ઉજવણી…

ProudOfGujarat

આમોદ કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!