માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્થાપિત સ્ટાન્ડર્ડ ક્લબ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સુરત શાખાનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સુરત શાખાનાં ડાયરેક્ટર સંજય કુમાર સિંઘનાં માર્ગદર્શન હેઠળ, સ્ટાન્ડર્ડ ક્લબનાં કોઓર્ડીનેટર ડૉ. અનીલ કુમાર સિંઘ દ્વારા વિદ્યાર્થીઓને ઉપભોકતાનો અધિકાર, એના મહત્વ, એની સુરક્ષા માટે કાનૂનો અને ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ- ૨૦૧૯, વિષયે જાણકારી આપવામાં આવી. વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ૨૦૨૩ ના આ વર્ષના થીમ હરિત ઉર્જા દ્વારા ઉપભોકતાઓના સસક્તિકરણ કેવી રીતે થઈ શકાય આ મુદ્દા પર વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે પોસ્ટર પ્રેજેન્ટેશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભાને બિરદાવતા દ્વારા રોકડ રકમનાં ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ અને સમગ્ર સ્ટાફે ભાગ લઇ મહત્વની જાણકારી મેળવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ