દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાતાવરણમાં આવેલા પરિવર્તનથી જાણે ચોમાસું બેઠું હોય એવો માહોલ છવાયો હતો.
સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં બુધવારે માવઠું થયું હતું, જેમાં માંગરોળ તાલુકામાં રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં મોટામિયાં માંગરોળ ખાતે 10 થી 15 મિનિટ સુધી કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે નાની ફળી, વાંકલ સહિતનાં ગામોમાં પણ કડાકાભડાકા સાથે વરસાદ થયો હતો. જો કે, વરસાદનું જોર ધીમું રહ્યું હતું. જ્યારે ઉમરપાડામાં કેવડીમાં સાતથી સાડા સાત વાગ્યાના અરસામાં વરસાદ પડતાં નેવીથી પાણી વહેતા થયા હતા. માવઠાને કારણે મગ, ચણા, ઘઉં, તલ અને કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તો ઘાસચારો પણ પલળી જતાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement