Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં આજથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.

Share

મોટામિયા માંગરોળ મુકામે આવેલ કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હોય શાળાના મુખ્ય ગેટ પર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ ઈસ્માઈલભાઈ પટેલ ટ્રસ્ટી મંડળના સભ્યો બંને શાળાના આચાર્યો દ્વારા પરીક્ષા આપવા આવનાર બાળકોને ફૂલ, ચોકલેટ આપી સ્વાગત કરી પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી.

આ સંકુલમાં આજરોજ 3 યુનિટમાં 25 બ્લોક પાડવામાં આવેલ છે જેમાં 679 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની ગુજરાતી વિષયની પરીક્ષા આપશે, બપોર બાદ ધોરણ 12 ના 17 બ્લોક પાડવામાં આવેલ છે જેમાં આજે બપોરે 3 વાગ્યે બે યુનિટમા નામાના મૂળતત્વોની પરીક્ષા હોઈ 3 વાગ્યે પાંચ બ્લોકમાં 149 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમ સંચાલકે જણાવેલ છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

જંબુસરની નવયુગ વિદ્યાલયમાંથી ફોરેસ્ટ વિભાગ એ સાપનું રેસ્ક્યુ કર્યું

ProudOfGujarat

લીંબડી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે નવા હોમગાર્ડ ભરતીની તાલીમ શરૂ કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જનતા ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!