Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના લુવારા ગામે એલ.સી.બી ની ટીમે રેડ કરી 11 જુગારીને ઝડપી પાડયા

Share

માંગરોળ તાલુકાના લુવારા ગામે એલ સી બી ની ટીમે રેડ કરી 11 જુગારીઓને રૂપિયા 82,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. એલ.સી.બી ની ટીમને બાતમી મળી હતી કે લુવારા ગામના તળાવ ફળિયામાં બારસીંગભાઇ નારિયાભાઈ વસાવાના ઘરની પાછળ કેટલાક ઇસમો ગંજી પાનાનો જુગાર રમી રહ્યા છે જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ઇબ્રાહીમ હાસીમ અસવાત રહે. લુવારાગામ, યુસુફ અહમદ સાજી રહે લુવારા ગામ, કાળીદાસ મોહન વસાવા રહે. લુવારાગામ, અલ્પેશ કનુભાઈ વસાવા રહે. લુવારાગામ, ઉકડભાઇ મંગાભાઈ વસાવા રહે લુવારાગામ, સતીશ મંગળભાઈ વસાવા રહે. લુવારાગામ, ઉસ્માન ઇબ્રાહીમ દીવાન રહે માંગરોળ ખાનદાન ફળિયુ, હરેશ મંગા વસાવા રહે માંગરોળ ભરવાડ ફળિયુ, મકસુદ મહંમદ પઠાણ રહે. માંગરોળ ખાનદાન ફળિયુ, નાઝીમ ઈમામ શેખ રહે. અંકલેશ્વર ઘનશ્યામ નગર, યોગેશ જયરામ વસાવા રહે. જુના કોસંબા સહિત કુલ 11 ઇસમોને ઝડપી લીધા હતા.

દાવ પર મુકેલા રોકડા રૂપિયા 7750 અંગ જડતીના રૂપિયા 11,750 અને મોબાઈલ ફોન નંગ સાત કિંમત રૂપિયા 38,000 એક બાઈક કિંમત રૂપિયા 25000 સહિત કુલ 82,500 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ ઝંખવાવ પોલીસ સ્ટેશનના પોસાઈ એ જે દેસાઈ કરી રહ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

દેશભરની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

नो प्ले-जैकलीन फर्नांडीज के सारे काम;अभिनेत्री ने साझा किये अपने निर्धारित कार्यक्रम

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!