Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળની હરસણી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

Share

માંગરોળ તાલુકાની હરસણી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતી. સ્વાગત પ્રાર્થના હરસણી પ્રાથમિક શાળાની બાળાઓ એ રજૂ કરી હતી. તાલુકામાં શિક્ષિકાબેન શારદાબેન ચૌધરી નું મૃત્યુ થતાં તેઓના માટે મૌન પાડવામાં આવેલ હતુ. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, હર્ષદભાઈ ચૌધરી કો. ઓપ્ત. સદસ્ય જિલ્લા પંચાયત સુરત, હરીવદન આર ચૌધરી, સરપંચ સુરેશભાઈ વસાવા, મહેશભાઈ, વિજયભાઈ, ગોવિંદભાઈ, એસએમસી અધ્યક્ષ, BRC, ટી.પી.ઈ.ઓ., શિક્ષકો બાળકો હાજર રહ્યા હતા.

હર્ષદભાઈ ચૌધરી એ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે જીવન શિક્ષણની સાથે રમતગમતનુ ક્ષેત્ર પણ મહત્વનુ અંગ છે, તેમજ બાળકોને ખેલ દિલી પૂર્વક રમવા જણાવેલ હતું, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતે પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર એ કરેલ હતું. આ રમતોત્સવમા 12 કેન્દ્રની શાળાઓએ વિવિધ રમતોમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો. જેમાં 50,100 મીટર દોડ,સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબી કૂદ,ગોળા ફેંક, ખોખો, કબડ્ડી જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. ભાગ લેનાર તમામ ટીમોને પ્રમાણપત્ર આપવામાં આવેલ તેમજ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનારને સિલ્ડ આપવામાં આવેલ હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

 છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ વિરોધી બિલ પાછું લે તે બાબતે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 

ProudOfGujarat

પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના ભોલાવ બ્રિજ નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!