તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એક વાર RTO નો કેમ્પ યોજવામાં આવતો હતો. જે પાછળથી કોઈ પણ કારણ વિના બંધ કરી દેવામાં આવતા માંગરોળ, કોસંબા, ઝંખવાવ, તડકેશ્વર, કીમ ચારરસ્તા સહિતના અનેક ગામોનાં વાહન ધારકોએ છેક ૫૮ કિલોમીટર દૂર આવેલા બારડોલી ખાતે RTO ની તમામ કામગીરી માટે જવું પડતું હતું. સાથે જ ઈંધણનો ખર્ચ પણ વધુ આવતો હતો અને આખો દિવસ બગડતો હતો. સાથે જ RTO બારડોલીનું કમ્પાઉન્ડ પણ વાહનો મુકવા માટે નાનું પડતું હતું. આખરે RTO અધિકારીઓએ પુનઃ માંગરોળ ખાતે દર મહિને એક વાર RTO કેમ્પ યોજવાનો નિર્ણય ઓગષ્ટ માસથી લઈ પ્રથમ કેમ્પ ઓગષ્ટ માસમાં યોજ્યો હતો જેને ભારે સફળતા મળ્યા બાદ, આ મહિને આજે બીજો કેમ્પ યોજવામાં આવતા આજે ખૂબ મોટી સંખ્યામાં અનેક વાહનો માંગરોળ ખાતે RTO ના વિવિધ કામે વહેલી સવારથી જ આવી ગયા હતા. આમ બીજા મહિને પણ ભારે સફળતા RTO કેમ્પને મળતા આ વિસ્તારના વાહન ચાલોકોએ હવે નિયમિત રીતે દર મહિને માંગરોળ સરકારી આરામગૃહ ખાતે આ કેમ્પ યોજવાનું ચાલુ રાખે એવી માંગ કરી છે.
વિનોદ મૈસુરીયા, વાંકલ.
માંગરોળ : બીજા મહિને પણ અનેક વાહનો RTO ના કામે માંગરોળ ખાતે આવ્યા.
Advertisement