માંડવી નગર ખાતે મોહરમ નિમિત્તે વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ મોહરમ નિમિત્તે તાજીયા જુલૂસ કાઢવામાં આવે છે.જેમાં કરબલા મેદાન ખાતે શહીદી વહોરનાર ઇમામ હુસૈન ની યાદ માં ઝુલુસ કાઢવામાં આવે છે.
જેમાં માર્કેટ ફળિયા બાવાગોર નો ટેકરો નવીનગરી તેમજ ગાંધી ફળિયા ખાતે તાજીયા બનાવવામાં આવે છે. ગાંધી ફળિયા ખાતે હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના બિરાદરો દ્વારા તાજા છેલ્લા ઘણા વર્ષોથી તાજીયા બનાવવામાં આવે છે જે ખરેખર હિંદુ-મુસ્લિમ સમાજ માટે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે, આ તાજીયા મુખ્ય બજારમાંથી ફેરવી તાપી કિનારેથી માર્કેટ ફળિયા ખાતે ઠંડા કરવામાં આવ્યા હતા. આ યોજાયેલ જુલૂસમાં હિન્દુ-મુસ્લિમ બન્ને કોમોના બિરાદરો જોડાયા હતા. જેમાં મુસ્લિમ કોમના આગેવાનો સમીર બાવા, નિયાઝ બાબા, આસિફ બાવા, મુસ્તાકભાઈ સાકીર કુરેશી, સાદપભાઇ સમાજના ભાઈઓ જોડાયા હતા. માંડવી પોલીસ સ્ટેશનના પી.આઇ હેમંતભાઈ પટેલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
જીતેન્દ્રસોલંકી, માંડવી