માંડવી તાલુકાના બલાલતીર્થ ગામેથી અનામત ખેરના લાકડા ભરેલ પીકઅપ વાન માંડવી વનવિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
નાયબ વન સંરક્ષક પુનિતને નૈયર સુરતના વનવિભાગની રાહબરી અને માર્ગદર્શન હેઠળ અનામત ખેરના લાકડાનો જથ્થો તથા પિકઅપ વાન ઝડપી પાડવામાં આવેલ છે. જે અનુસંધાને વન સંરક્ષણ અને સંવર્ધનની કામગીરીના ભાગરૂપે તારીખ 7/8/2022 ના રોજ નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મોડી રાતના સમયે પીપલવાળાના અંતરિયાળ જંગલ વિસ્તારના રસ્તા પર શંકાસ્પદ વાહનની હિલચાલ જોવા મળતા નાઈટ પેટ્રોલિંગમાં સુરતમાં રોકાયેલ સ્ટાફ એલર્ટ થઈ જતા શંકાસ્પદ વાહનને રેકી દરમિયાન શંકાસ્પદ વાહન નંબર GJ-16x-1470 ટાટા પીકપમાં ખેરના લાકડા ભરેલ બલાલ તીર્થ તાપી નદીના કાંઠે ઉભો રહેલ જોવા મળેલ જે વાહનમાંથી ખેરના લાકડાને તાપી નદીમાં આ પારથી પેલે પાર હોડી મારફતે વહતુક કરવાની પ્રવૃત્તિ દરમ્યાન સ્ટાફના માણસો જોઈ જતા વાહન તથા તાપી નદીના પાણીમાં તરતી હોડીમાં મૂકી ૩ અજાણ્યા શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગી ગયેલ હતા. આ કામગીરીમાં વપરાયેલ ટાટા પિકઅપ ગાડી જેની અંદાજિત કિંમત ૨,૨૫,૦૦૦/-તેમજ ખેરના લાકડાની બજાર કિંમત ૨૩,૬૦૨/- હલેસાવળી નાવડીની કિંમત ૧૨,૫૦૦/- મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવેલ છે. આ કામગીરીમાં દક્ષિણ રેન્જના આર.એફ.ઓ એચ. જે. વાદા તેમજ એસ.એમ. ચૌધરી રાઉન્ડ ફોરેસ્ટર પીપલવાડા દિનેશભાઈ. વી. જોગરાણા હોમગાર્ડ મગતરા ધર્મેશભાઈ એન. ગામીત ફોરેસ્ટ ગાર્ડ પીપલવાળા તથા કેસુરભાઈ બદિયાદરા ફોરેસ્ટ ગાર્ડ સેલવાસ તથા વનવિભાગના કાયમી રોજમદારો જોડાયા હતા. ૩ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીતેન્દ્ર સોલંકી માંડવી.