File pic…દુબઇથી યમન જવા નીકળેલું માંડવીના સલાયાનું ઝીલ જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવી જતાં દરિયામાં ગરકાવ થયું હતું. જહાજમાં સવાર તમામ ક્રૂમેમ્બર્સ સમય સૂચકતા દર્શાવીને કૂદી પડતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
રવિવારે સવારે દુબઇથી કરોડો રૂપિયાની કાર લઇને નીકળેલું થૈમ ટ્રેડિંગ કંપનીના મોસિન ઇસા (પટા શેઠ)ની માલિકીનું એમએનવી 2060 નંબરવાળું જહાજ ગંતવ્ય સ્થાનથી 80 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે એકાએક ફૂંકાયેલા વાવાઝોડાની ઝપેટમાં ચડ્યું હતું. તોફાની પવનના કારણે જહાજમાં લઇ જવાતી કરોડો રૂપિયાની કિમતની કાર ધીરે ધીરે એક તરફ સરકી જતાં જહાજ આડું થવા લાગ્યું હતું. ખલાસીઓએ તેને બચાવવા પુષ્કળ પ્રાયસો કર્યા હતા જે વિફળ રહ્યા હતા.
દરમિયાન પરિસ્થિતિ ભાળી ગયેલા તમામ 9 ક્રૂ મેમ્બર્સ સમદ્રમાં કૂદી પડ્યા હતા જેને અન્ય જહાજે બચાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. ઓગષ્ટ માસમાં જહાજી ઉદ્યોગનો આરંભ થાય છે જેના મુહૂર્તની પ્રથમ ટ્રીપ રૂપે જઇ રહેલા આ જહાજે જળ સમાધિ લેતાં કરોડો રૂપિયાનું નુક્સાન થયું હોવાથી સલાયાવાસીઓ માટે ઇદની ખુશી બાદ સોમવારનો દિવસ દુ:ખદ રહ્યો હતો…. સૌજન્ય